લોકોને લોકશાહી બચાવવા અને સારા ઉમેદવારને ચૂંટી કાઢવા મતાધિકારનો ઉપયોગ કરવા હાકલમોરબી: મોરબીમાં ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આજે સવારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં તેમણે મોરબીની જનતાને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી.પુષ્પરાજસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મોરબી શહેરની સમગ્ર જનતા અને ખાસ કરીને શિક્ષિત યુવાનો, ભાઈઓ અને બહેનોને લોકશાહી બચાવવા માટે મતદાન કરવાની અપીલ છે. તંત્રની કામગીરીથી લોકો વ્યથિત અને ચિંતિત છે, કામો થતા નથી, તેથી સારા ઉમેદવારને મત આપી વિજયી બનાવો. પરિણામ આવ્યા પછી લોકો વિચારતા હોય છે કે પેલા ઉમેદવાર જીત્યા હોત તો સારું હતું, તેવો અફસોસ ના થાય તે માટે 1-1 મત કિંમતી છે તે સમજીને અચૂક મતદાન કરો જેથી તમારા કામ માટે સક્રિય રહે તેવો વ્યક્તિ ચૂંટાઈને આવે.મોરબીમાં છેલ્લા ઘણા સમયથી તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તે શાસનથી ત્રસ્ત થયેલા લોકો આ વખતે બદલાવ ઈચ્છે છે. મને 100 ટકા વિશ્વાસ છે કે આ વખતે મોરબી શહેરમાં મોટું પરિવર્તન આવશે.#MorbiUpdate #Election #MNC #MorbiMunicipleCorporation #MorbiNews #Voting #GujaratElections