પ્રદેશ કોંગી આગેવાનોની હાજરીમાં વિધિવત ઉમેદવારી નોંધાવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો મોરબી : 65- મોરબી-માળીયા વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે આજે ગુરુવારે કોંગ્રેસ પાર્ટી તરફથી જ્યંતીભાઈ જેરાજભાઈ પટેલે પોતાનું ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું. આ તકે જેન્તીભાઈ જેરાજભાઈ પટેલના પુત્રો રાજન પટેલ તથા નીરવ પટેલ ટેકેદારો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ રજૂ કરતા સમયે કોંગ્રેસના દીગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડીયા, વિક્રમ માડમ, ચિરાગભાઈ કાલરીયા, બીપેન્દ્રસિંહ જાડેજા, લાલિતભાઈ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે આજે ડમી ઉમેદવાર રજૂ કર્યો નથી જે સંભવતઃ આવતી કાલે કોંગ્રેસના ડમી ઉમેદવાર નામાંકન કરશે તેવું જાણવા મળી રહ્યું છે. ફોર્મ ભર્યાબાદ જ્યંતીભાઈએ કોંગ્રેસની જીત નક્કી હોવાનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ જીત જનતાની જીત હશે. નામાંકન બાદ આજે રવાપર રોડ પર આજે બપોરે 3 કલાકે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવશે અને બાદ પ્રચારમાં વેગ આવશે એવું સ્થાનીય નેતાઓએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate