મોરબી: 65-મોરબી માળીયા વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ આવતીકાલે સોમવારે ઉમેદવારી ફોર્મ ભરશે આવતીકાલે તારીખ 14 નવેમ્બર ને સોમવારના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસ કાર્યાલય થી સેવા સદન, મોરબી સુધી કાર્યકરો સાથે જયંતીલાલ પટેલ ફોર્મ ભરવા જશે. તો આ તકે સૌ સમર્થકોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે મોરબીમાં બનેલી ઝૂલતા પુલ દુર્ઘટના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા ફટાકડા નહીં ફોડવામાં આવે અને ઢોલ નહીં વગાડવામાં આવે કે કોઈ રેલી કાઢવામાં નહીં આવે માત્ર સાદગીથી ફોર્મ ભરવા જશે.