મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામને જોડતો મુખ્ય પુલ તૂટી ગયો હોવા છતાં તંત્ર દ્વારા રીપેર ન કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનોએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ તાકીદે પુલ રીપેર કરવા અધિકારીઓને રજૂઆત કરી હતી. છેલ્લા લાંબા સમયથી મોરબીના ગાળા ગામના પુલ તૂટી ગયો હોય ગ્રામજનોને ફરીફરીને જવું પડે છે. આ પુલનું કામ મંજુર થયું હોવા છતાં પુલનું કામ શરૂ ન કરાતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કેડી પડસુંબિયા, રબારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી તથા વિનુભાઈ ભરવાડ વગેરેએ સ્થળ પર જઇ જે-તે અધિકારી સાથે ચર્ચા કરી સત્વરે પુલનું કામ કરવા રજૂઆત કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..