ફાયર સ્ટેશન સામા કાંઠે થાય તેવી કોંગ્રેસની પણ માંગણી હોવાનું જણાવતા શહેર પ્રમુખ રામજીભાઈ રબારી મોરબી : મોરબી શહેરના સતત વિકાસને ધ્યાને લઇને નગરપાલિકા હસ્તકનું હાલનું જે ફાયર સ્ટેશન છે, તે આકસ્મિક સંજોગોમાં પહોંચી વળે તેમ ના હોવાથી આ અંગે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મોરબીમાં એક નવું ફાયર સ્ટેશન સામા કાંઠા માટે પણ મંજૂર કરવું જોઈએ એવી માગણી વારંવાર સરકાર તેમજ નગરપાલિકામાં કરી હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં પણ ધારાસભ્યએ લેખિતમાં મુદ્દો ઉઠાવ્યો ત્યારે આ માંગણીની અનિવાર્યતા જણાવી ચીફ ઓફિસરને કલેક્ટરે નગરપાલિકામાં તાત્કાલિક ઠરાવ કરીને ધારાસભ્યની માંગણી મુજબ કામ થવું જોઈએ. ધારાસભ્યએ તે વખતે મિટિંગમાં એવું પણ જણાવેલું કે બોર્ડ ન મળી શકે તો સર્ક્યુલર ઠરાવ કરી સામાકાંઠે ફાયર સ્ટેશન આપો. આમ કોંગ્રસના સતત પ્રયત્નો અને નગરપાલિકામાં ઠરાવ કરીને આ માંગણી મુજબ જ્યારે નવું ફાયર સ્ટેશન મંજુર થયું છે ત્યારે સામા કાંઠે સરકાર તાત્કાલિક જગ્યા ફાળવે તેવી માંગણી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ કરી છે.