પાલભાઈ આંબલીયા પક્ષપાત કરીને ખેડૂતોને ગુમરાહ કરી કોંગ્રેસના રોટલા શેકી રહ્યા છે: આપના નેતા પંકજ રાણસરિયામોરબી : ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હાઈ-ટેન્શન વીજ લાઈનના થાંભલાઓ અને વળતરના મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં હવે રાજકીય ગરમાવો આવ્યો છે. અત્યાર સુધી ખેડૂતોના પ્રશ્ને સાથે જોવા મળતા કોંગ્રેસ અને આપ હવે સામસામે આવી ગયા છે. આપ નેતા પંકજ રાણસરિયાએ કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલીયા પર આકરા પ્રહારો કર્યા છે.પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હક માટે ચાલી રહેલા આંદોલનમાં AAP ના ઘણા આગેવાનોએ રાજકારણથી દૂર રહીને ખેડૂત તરીકે આંદોલનને સમર્થન કર્યું હતું, ત્યારે અમુક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. તેઓએ પાલભાઈ આંબલીયા પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે, સોશિયલ મીડિયામાં જ્ઞાતિ, જાતિ કે ધર્મથી દૂર રહીને લડવાની મોટી વાતો કર્યા બાદ તેઓ અમુક પાર્ટીના લોકોને આ આંદોલનમાં ન જોડાવાનું કહીને સ્પષ્ટ પક્ષપાત કરી રહ્યા છે.વધુમાં રાણસરિયાએ જણાવ્યું કે, પાલભાઈ આંબલીયા પક્ષપાત કરીને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે અને પોતાની કોંગ્રેસ પાર્ટીના રોટલા શેકી રહ્યા છે. ખેડૂતોની આ લડાઈ તાનાશાહી સરકાર સામે છે, કોઈ પક્ષ કે પાર્ટી સામે નહીં. આ લડાઈ કોંગ્રેસની નહિ પરંતુ ખેડૂતોને તેમના હક અપાવવાની લડાઈ છે.અંતમાં પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતના હક માટે આપણી સાથે મળીને લડવું જોઈએ. પાલભાઈ આંબલીયાએ ખેડૂતોને હાથો બનાવી છીછરી રાજનીતિ કરી છે, એને ગુજરાતના લોકો હવે જાણી ગયા છે. 15 તારીખના આંદોલનને તોડવાના પ્રયાસો બંધ કરવા અને ખેડૂતોની એકતાને તોડવાની કોશિશ ન કરવા તેઓએ પાલભાઈને તાકીદ કરી હતી.#Morbi #MorbiUpdate #FarmersProtest #GujaratFarmers #AAP #Congress #PankajRansariya #PalbhaiAmbaliya #GujaratiNews