મોરબી: (મોરબી અપડેટ) મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહાનગર પાલિકાની ટીમ દ્વારા વેપારીઓનો સામાન જપ્ત કરાતા શરૂ થયેલો વિરોધ પ્રદર્શનમાં હવે રાજકીય પક્ષો પણ વેપારીઓના સમર્થનમાં જોડાયા છે.તખ્તસિંહજી રોડ પર સજ્જડ બંધ અને ચક્કાજામગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન રોડ અને સુભાષ રોડ પર દબાણ હટાવ કામગીરી બાદ જેવી મહાનગર પાલિકાની ટીમ તખ્તસિંહજી રોડ પર પહોંચી, ત્યાં તંત્ર દ્વારા વેપારીઓનો સામાન જપ્ત કરતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વેપારીઓએ એકજૂથ થઈને પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા અને રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે અને આજીવિકાના સાધન સમાન સામાનની જપ્તી અયોગ્ય છે.કોંગ્રેસનું સમર્થન : શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા મેદાનેવેપારીઓના આ આંદોલનને વેગ મળ્યો જ્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા પોતાના સમર્થકો સાથે વેપારીઓના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા હતા. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પુષ્પરાજસિંહ જાડેજાએ વેપારીઓની પડખે ઊભા રહીને પાલિકાની આ કામગીરીનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો.ટ્રાફિક ડાયવર્ટ કરાયો: પોલીસ એક્શન મોડમાંચક્કાજામના પગલે મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકના લાંબા દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ટ્રાફિકજામ હળવો કરવા માટે પોલીસે વિજય ટૉકીઝ પાસેથી ટ્રાફિક ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી વાહનચાલકોને પડી રહેલી મુશ્કેલી ઓછી કરી શકાય અને ટ્રાફિક પૂર્વરત કરી શકાય.#Morbi #MorbiUpdate #Protest #Congress #TrafficUpdate #BreakingNews #MorbiCity #PushparajsinhJadeja