અત્યાર સુધીમાં કોરોનાના કપરા સમય વચ્ચે પણ 5000થી વધુ દર્દીઓનો સચોટ ઈલાજ : અદ્યતન મશીનરી વડે ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર 5000 ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવતા ડો. વિશાલ રૂપાલાની સેવાનો લાભ ઘરઆંગણે (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : આંખના તમામ પ્રકારના રોગોનું નિદાન, સારવાર તેમજ સર્જરીમાં જાણીતી બનેલી નેત્રા આંખની હોસ્પિટલે સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જે અવસરે ટીમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. આ નિમિતે આજથી તા.30 સુધી ખાસ રાહત દરે ઓપરેશનનું સેવા કાર્ય હાથ ધરવામાં આવનાર છે. મોરબીના અયોધ્યાપુરી રોડ પર જલારામ મંદિરની સામે સાવસર પ્લોટમાં પરમેશ્વર પ્લાઝા ખાતે ત્રીજા માળે નેત્રા આંખની હોસ્પિટલ તા.24ના રોજ સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ એક વર્ષમાં કોરોનાના કપરાકાળ દરમિયાન પણ અહીં 5000થી વધુ દર્દીઓનો ઈલાજ કરવામાં આવ્યો છે. સાથે તેઓને સાચું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું છે. અહીં અદ્યતન કોમ્પ્યુટરાઈઝડ પદ્ધતિથી આંખની તપાસણી કરવામાં આવે છે. અહીં ફેંકોઈમલ્સીફિકેશન તથા લેઝરની સેવા ઉપલબ્ધ છે. લેઝર દ્વારા ચશ્માંના નંબર ઉતારવા માટેની તપાસ તેમજ ઓપરેશન સુવિધા, ટાંકા તથા ઇન્જેક્શન વગરના મોતીયાના ફેકોઈમલ્સીફિકેશન પદ્ધતિથી ઓપરેશન, વેલનું પ્લાસ્ટિક સર્જરી દ્વારા અદ્યતન પદ્ધતિથી ઓપરેશન, કીકીના રોગોનું નિદાન તેમજ સારવાર, ત્રાંસી આંખ તથા પડદાના રોગોનું નિદાન તેમજ ઝામરના દબાણની તપાસ તેમજ સારવાર ઉપલબ્ધ છે. અહીં ડો. વિશાલ રૂપાલા (આંખના રોગોના નિષ્ણાંત)ની સેવા દર્દીઓને મળે છે. ડો. વિશાલ રૂપાલા 5000થી વધુ ઓપરેશનનો અનુભવ ધરાવે છે. સાથે તેઓએ સૌથી અનુભવી ડો. સાપોવાડીયા સર સાથે કામ કરવાનો તેમજ ગુજરાતની સૌથી અત્યાધુનિક સી.એચ. નગરી હોસ્પિટલમાં કામ કરવાનો ગોલ્ડન અનુભવ મેળવ્યો છે. ઉપરાંત એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 5 વર્ષનો અનુભવ પણ લીધો છે. અને જય અંબે મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમા મુખ્ય આંખના નિષ્ણાંત તરીકે તેઓ એક વર્ષથી ફરજ બજાવે છે. નેત્રા આંખની હોસ્પિટલને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં સર્વે દર્દીઓને વિશ્વાસ મુકવા બદલ તબીબ સહિતની ટીમ દ્વારા આભાર માનવામાં આવ્યો છે. આ નિમિતે ખાસ આજથી તા.30 સુધી ઓપરેશનો રાહતદરે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા દર્દીઓને અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે મો.નં. 7046729750 અથવા ફોન નં. 02822 224824 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.