શહેર ભાજપ પ્રમુખ તપન દવે અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાની મહેનત રંગ લાવી હળવદ. : હળવદ નગરપાલિકામાં ભાજપના શાનદાર પ્રદર્શનની ભાજપના હાઈ કમાન્ડે પણ નોંધ લીધી છે.અહીં શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની સાથે કાર્યકરોની મહેનત રંગ લાવી હોય, બન્ને ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે. હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 27 બેઠક ઉપર વિજય મેળવ્યો છે.જ્યારે એક માત્ર બેઠક ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. હળવદ નગરપાલિકામાં પ્રથમવાર ભાજપને આવી સફળતા મળી હતી. જેની પાછળ શહેર ભાજપ પ્રમુખ અને જીવદયાની પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા એવા તપનભાઈ દવે અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની અથાગ મહેનત હતી.આ બન્ને અગ્રણીઓએ કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરી વિજયમંત્ર આપ્યો હતો.ભાજપની આ ભવ્ય જીતની હાઇકમાન્ડે પણ નોંધ લીધી છે.અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પાલિકાની ચૂંટણી દરમિયાન પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા,ગૌતમભાઈ ગેડિયા,રાજ્યના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, દાદાભાઈ ડાંગર સહિતનાઓ પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.