હળવદ : હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં મેદાને ઉતરેલા ભારતીબેન ગોપાલભાઈ દોરાલાએ ચૂંટણીમાં પોતાની હાર થવા છતાં મતદારોના દિલમાં પોતાનો વિજય થયો હોવાનું જણાવી તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. રણછોડગઢ-૧૬ બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષ વતી ચૂંટણી લડતા ભારતીબેન ગોપાલભાઈ દોરાલાને સરંભડા, રણછોડગઢ, રાઈધ્રા અને પાંડાતિરથ મતવિસ્તારમાંથી લોકોએ ઉમળકાભેર આવકારી ખોબલે - ખોબલે મત આપ્યા હતા. પરંતુ લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયામાં હાર - જીત થતી રહેતી હોય નજીવા મતે ભારતીબેનની હાર થવા છતાં લોકોએ આપેલા અમૂલ્ય મતોનું મહત્વ સમજી ચૂંટણીમાં સહયોગ આપનાર તમામ ટેકેદારો, મતદારો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો છે.