અમરધામના બ્રહ્મલીન પ.પુ. આઈશ્રી અમરમાં (ગનુમાં) ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ અમરધામના બ્રહ્મલીન પ.પુ. આઈશ્રી અમરમાં (ગનુમાં) ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે મહંત શ્રી જાનબાઈ માતાજી દ્વારા ભવ્ય પૂજન, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ મહા ઉત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આગામી તારીખ 4-11-2019 સોમવારના રોજ સવારે ૯ થી સાંજના ૬:૩૦ સુધી રાખેલ છે. ધર્મ સભા સાંજે ૫: ૧૫ કલાકે તેમજ ભવ્ય લોકડાયરો રાત્રે ૯:૩૦ કલાકે અમરધામ માટેલ વાંકાનેર ખાતે રાખેલ છે. જેમાં સર્વ ધર્મપ્રિય જનતાને પધારવા શ્રી અમરધામ ચેરીટેબલ ટ્રસ્ટ મહંત શ્રી જાનબાઈ માતાજીએ આમંત્રણ આપેલ છે.