મોરબી : મોરબી ખાતે લાયન્સ કલબ પરિવાર દ્વારા આયોજિત આયુર્વેદ કથા ,રાષ્ટ્ર કથા અને ગૌકથાના ત્રિવિધ કાર્યક્રમનું સમાપન થયું છે, મોરબી સહિત આજુબાજુના ગામના લોકોએ આ અનોખી આયુર્વેદ કથાનો લાભ લીધો હતો. બગથળા નકળંગ ધામનાં મહંત દામજી ભગત દ્વારા પ્રસંગોચિત આશીર્વચન સાથે આયુર્વેદ કથાનાં પ્રેરક આયોજન બદલ આયોજકોને અભિનંદન આપ્યાં હતા. તેમજ લાયન્સ પરિવાર વતી ભીખાભાઈ લોરિયા, રમેશભાઈ રૂપાલા, ટી.સી.ફૂલતરિયા અને ટીમ લાયન્સ ક્લબ મોરબી પરિવાર દ્વારા વૈદ મહેન્દ્રસિંહ સરવૈયાનાં સ્વાગત અભિવાદન સાથે નકળંગ મંદિરના મહંત દામજી ભગત સહિત જાણીતા પ્રકૃતિપ્રેમી પ્રાણજીવણ ભાઈ કુંડારિયાનું પણ વ્યક્તિ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતનાં જાણીતા શ્લોક સાથે ભગવાન ધનવંતરીને સ્તુતિ વંદના સાથે અષ્ટાંગ આયુર્વેદ કથાના વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા શુભારંભ કરતા સૌ પ્રથમ વાત,પી અને કફ ને વિવિધ રોગના જનક ગણાવી તે અંગે આહાર,વિહાર,નિયમ સાથે શુધ્ધ સાત્વિક નિરામય જીવન માટે ભારતીય સંસ્કૃતિના આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને તેના માહત્મ્ય અંગે જાણીતા વૈદ રાજ હોય કે રાવણ નાં વૈદ સુશનથી લઇ પ્રાચીન અર્વાચીન ઋષિ મુનિઓ દ્વારા આયુર્વેદ ચિકિત્સાનાં મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી. આજે પશ્ચિમનાં દેશો દ્વારા આયુર્વેદના મહત્વ સમજી આયુર્વેદ તરફ પાછા વળી રહ્યા છે.ત્યારે આ અંગે જરૂરી જનજાગૃતિ અભિયાનના ભાગ રૂપે મોરબી જાણીતા આયુર્વેદાચાર્ય ડો .મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ડાયાબિટીસ,કેન્સર, હાય પર ટેન્શન,સ્ટ્રોક,બ્રેન સ્ટ્રોમ,એટેકથી લઇ વિવિધ રોગ સામે આયુર્વેદમાં ઉપાય અંગે માહિતી આપતા વિશેષ કહે સૌરાષ્ટ્રમાં પાન માવાનાં વ્યસનનાં કારણે કેન્સર નું પ્રમાણ ભય જનક રીતે વધી રહ્યું હોય ત્યારે પાન,બીડી,તંબાકુ સહિત વ્યસનથી દુર રહેવા અનુરોધ કરેલ તેમજ રસાયણ યુક્ત ખોરાકની જગ્યાએ ઓર્ગેનિક ધાન્ય,શાકભાજી અને ગાયનાં દૂધની વિશેષતા સાથે વૈશ્વિક કક્ષાએ આયુર્વેદના વધતા વ્યાપ વચ્ચે સૌ આયુર્વેદ તરફ એક ડગલું આગળ વધવા જણાવ્યું હતું. લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા કથા સ્થળે નિશુલ્ક સ્ટોલમા આયુર્વેદિક ચીજ વસ્તુઓથી લઇ સ્વદેશી મેક ઈન ઈન્ડિયા બ્રાન્ડને અપનાવવા અનુરોધ કરવીમાં આવ્યો હતો.મોરબીનાં આંગણે આ પ્રકારે ટૂંકા સમયમાં જ પ્રેરક આયોજન સાથે લાયન રમેશ રૂપાલા અને ટીમ લાયન્સ સહિત લીઓ ક્લબ સહિત તમામ સુંદર સહયોગ આપવા બદલ આયોજક ગણ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. આ આયુર્વેદ કથાને સફળ બનાવવા લાયન્સ ઇન્ટરનેશનલ પ્રથમ વાઈસ ગવર્નર રમેશ રૂપાલા તેમજ લાયન્સ મોરબી સિટીનાં પ્રમુખ જગદીશભાઈ કાવર, સેક્રેટરી, કેશુભાઈ દેત્રોજા,ખજાનચી .ટી. સી.ફૂલતરિયા,પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લોરીયા, અમૃતલાલ સુરાણી, મહાદેવભાઇ ચીખલીયા મહાદેવભાઈ ઊંટવાડિયા,અમરશીભાઈ અમૃતિયા,.દીપકભાઈ જીવાણી, જયેશ સંઘાણી,ચંદુભાઈ કુંડારિયા, વાઘજીભાઇ કાસુન્દ્રા તેમજ લાયન્સ ક્લબ મોરબી મેનમાંથી લાયન ડાયાભાઈ પટેલ લાયન્સ ક્લબ મોરબી નજરબાગમાંથી પૂર્વ પ્રમુખ કુતુબ ગોરેયા,.તુષારભાઈ દફતરી, મનીષભાઈ આદ્રોજા, તેમજ લાયન્સ નજરબાગ પ્લસમાંથી પૂર્વ પ્રમુખ જનકભાઈ હીરાની, હિતેશભાઈ ભાવસાર, પર્યાવરણ પ્રેમી પ્રાણજીવનભાઈ કાલરીયા, મધુશુદનભાઈ પાઠક વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.