કિસાનોને લગતી સરકારી યોજનાઓ અને ખાતર, દવા, બિયારણો તથા સુધારેલી ખેતી અંગેની માહિતી અપાઈ મોરબી : મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ તેમજ પરિચય બેઠક સમાજવાડી પંચાસર રોડ મુકામે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી જયંતીભાઈ કવાડિયા તથા પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી રાણસીભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને મળી હતી. દીપ પ્રાગટ્ય તથા ફુલહારથી સ્વાગત બાદ શબ્દોથી સ્વાગત આપણા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પ્રદ્યુમ્ન માકાસણા દ્વારા કરવામાં આવેલ અને પ્રાસંગિક ઉદબોધન જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી ચંદુભાઈ હુંબલે કર્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી બંને ઉપરોક્ત મહાનુભાવો દ્વારા કિસાનોને લગતી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ સવલતો અને ખાતર દવા બિયારણો અને સુધારેલી ખેતી અંગેની ભરપૂર માહિતીની જાણ કરવામાં આવી હતી. આભાર વિધિ કિસાન મોરચાના મહામંત્રી ગણપતસિંહભાઈ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. અને કાર્યક્રમનું સંચાલન મોરચાના પ્રવક્તા ગીરીરાજસિંહભાઈ જડેજા તથા કોષાધ્યક્ષ કે .કે.પરમાર દ્વારા થયેલ બાદ જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી શિરીષભાઈ તેમજ તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ દરેક મંડળના તમામ હોદ્દેદારો કારોબારી સભ્યો મળી સાથે સમૂહ ભોજન કરી આ સફળ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..