મોરબી : મોરબીની પવિત્ર ધરતી પર આજે રબારી અને ભરવાડ સમાજની અસ્મિતા તથા એકતાને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ સાથે એક વિશાળ મહામિલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રબારી-ભરવાડ સમાજ એકતા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બંને સમાજના વડીલો, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડશે.વર્તમાન સમયમાં સમાજના સર્વાંગી વિકાસ માટે સંગઠનશક્તિ અનિવાર્ય છે. 'સાથે મળીને ચાલશો તો દૂર સુધી અને મજબૂતીથી પહોંચશો' એવા વિચાર સાથે બંને સમાજના લોકો ખભેથી ખભો મિલાવીને એક મજબૂત સંગઠનનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સમાજ એક થયો છે, ત્યારે મોટી શક્તિઓએ પણ નમવું પડ્યું છે. આ જ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવવા માટે મોરબીમાં આ ખાસ બેઠક બોલાવવામાં આવી છે.આ કાર્યક્રમમાં ખાસ કરીને યુવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે, કારણ કે સમાજની એકતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાશક્તિનું યોગદાન પાયાનું ગણાય છે. આ બેઠક માત્ર ઔપચારિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજની એકતાનો મજબૂત શંખનાદ સાબિત થશે તેવો વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.કાર્યક્રમની વિગત:તારીખ: ૨૨ માર્ચ ૨૦૨૬, રવિવારસમય: સાંજે ૦૭:૦૦ કલાકેસ્થળ: મચ્છુ માતાજીનું મંદિર, મોરબીનોંધનીય છે કે, સંગઠનની પાયાની ઈંટ મૂકવા અને પરસ્પર સ્નેહ વધારવાના આ પ્રયાસના અંતે તમામ ઉપસ્થિત ભાઈઓ માટે 'તાવા પ્રસાદ' (સમૂહ ભોજન) ની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. રબારી-ભરવાડ સમાજ એકતા સમિતિ દ્વારા દરેક ભાઈઓને સમયસર અચૂક હાજરી આપવા વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #RabariSamaj #BharwadSamaj #EktaSammelan #SocialUnity #MachhuMatajiTemple #GujaratNews #CommunityPower