મોરબીઃ આવતીકાલે રવિવારે મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા મોરબીમાં રાહત દરે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે તારીખ 11 ડિસેમ્બર ને રવિવારે સવારે 9 થી બપોરના 1 વાગ્યાં સુધી હરડે પાવડર,ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઈ ઠક્કરે જણાવ્યું છે કે સૌ કોઈ આ વેચાણ કેન્દ્રની મુલાકાત લે.