મશીનમા ખામી જણાય તો રીપ્લેસમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ મોરબી : પ્રવર્તમાન સમયમા કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યુ છે. ત્યારે પાણીની વરાળની નાશ કોરોના સામે લડવામા ઉપયોગી સાબિત થઈ રહી છે. આથી, મોરબીમાં અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશનુ મશીન)નુ સર્વજ્ઞાતિય વિતરણ કરવામા આવી રહ્યુ છે. સાથે ૩ in 1 મશીનનુ પણ રાહતદરે વિતરણ અવિરતપણે શરૂ છે. તે ઉપરાંત, કોઈપણ મશીનમા ખામી જણાય તો રીપ્લેસમેન્ટની સુવિધા પણ સંસ્થા દ્વારા પુરી પાડવા મા આવી રહી છે. ૧૦ દીવસના સમયગાળા દરમિયાન ૫૦૦૦ જેટલા સ્ટીમ મશીનનુ જલારામ મંદિર દ્વારા વિતરણ કરવામા આવ્યુ છે. ત્યારે આગામી સમયમા પણ વિતરણ ચાલુ રહેશે તેમ સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છે. મશીન લેવા આવનાર વ્યક્તિઓએ માસ્ક પહેરવુ તેમજ સોસિયલ ડીસ્ટન્સિંગનુ પાલન કરવુ ફરજીયાત રહેશે તેમ રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા હરીશભાઈ રાજા, પ્રમુખ નિર્મિત કક્કડ તથા પ્રોજેક્ટ ચેરમેન હસુભાઈ પંડિતે યાદીમા જણાવ્યુ છે.