ગુરુવર્ય સ્વામીએ રીક્ષામાં બેસીને આવી હરિભક્તોને પધરામણીનો લાભ આપ્યો મોરબી : મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા વચનામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હરિભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આ SMVS સ્વામિનારાયણ મંદિર આયોજિત વચનામૃત પારાયણની આજે પૂર્ણાહુતિ છે. ત્યારે ગુરુવર્ય સ્વામીએ રીક્ષામાં બેસીને આવી હરિભક્તોને પધરામણીનો લાભ આપ્યો હતો. મોરબીમાં નવનિર્મિત SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા શહેરના દુર્લભ પાર્ટી પ્લોટ પાસે આવેલ આ સ્વામિનારાયણ મંદિર ખાતે 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધી સાંજે 7 થી 9 દરમિયાન વચનામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે વચનામૃત પારાયણનું સમાપન થશે તેથી હરિભક્તોને આ છેલ્લા દિવસે કથાનો લાભ લેવા અપીલ કરાઈ છે.જ્યારે SMVS સંસ્થાના પ્રેરક ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પ સ્વામી (પ.પૂ.સ્વામી) એ મોરબી જિલ્લામાં ઘેર ઘેર પધરામણી કરી હરિભક્તોને ખૂબ સુખિયા કર્યા છે. હરિભક્તોના મનોરથો પુરા કરવા ગુરુવર્ય સ્વામીએ રીક્ષામાં બેસીને પધરામણીનો લાભ આપ્યો છે. આજે તા.૫ ને મંગળવારે સાંજે ૭ થી ૯ દરમિયાન SMVS સ્વામિનારાયણ મંદિર, દુર્લભ પાર્ટી પ્લોટ પાસે, મોરબી ખાતે વચનામૃત પારાયણના પૂર્ણાહુતિના દિવસે સ્વામીની કથા વાર્તાનો લાભ મળનાર છે.તેથી મોરબીના સર્વે હરિભક્તોને સહપરિવાર લાભ લેવા અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..