માળિયામાં પણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ અને રોડના કામનું ખાતમુહૂર્ત : સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે કાર્યક્રમમોરબી : આગામી શનિવારે મોરબીમાં રોડ-રસ્તા સહિતના રૂ.14.40 કરોડના વિકાસકામો તથા માળિયામાં રૂ.8.42 કરોડના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રોડના કામનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે. સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાશે.આગામી તા.13ને શનિવારના રોજ સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીની ઉપસ્થિતિમાં માળિયા અને મોરબીમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં માળીયા શહેરમાં આશરે રૂ. 8.00 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ, 2.5 MLD ક્ષમતા ધરાવતો, સેવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ STPનું લોકાર્પણ અને અંદાજે રૂ. 42.00 લાખના ખર્ચે બનનારા માળીયા શહેરના વિવિધ રોડ તેમજ, આશરે રી. 14.18 કરોડના ખર્ચે બનનારા, માળીયા-પીપળીયા કોસ્ટલ સ્ટેટ હાઈવે પર, માળીયા શહેરમાંથી પસાર થતાં 3.2 કિમિ સુધીનો રોડ બનાવવાના ખાતમૂહૂર્ત કાર્યક્રમ સવારે:- 10:00 કલાકે સામુહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી), માળીયા ખાતે યોજાશે.મોરબી શહેરનાં નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ અન્વયે ગાંધી ચોકથી બાપાસીતારામ ચોક સી.સી. રોડનું કામ અંદાજે રૂ. 3.99 કરોડ, લાતી પ્લોટ કોર્નરથી પંચાસર રોડ સુધી સી સી રોડનું કામ અંદાજે રૂ. 3.22 કરોડ, વીસીપરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સી સી રોડ તથા ડ્રેનેજના કામ અંદાજે રૂ. 1.69 કરોડ, શ્યામ પાર્ક સોસાયટી, પંચાસર રોડમાં સી સી રોડનું કામ અંદાજે રૂ. 53.51 લાખ તખ્તસિંહજી મેઈન રોડ તથા કંસારા શેરી પર પેવર બ્લોકનું કામ અંદાજે રૂ. 22.78 લાખ યદુનંદન સોસાયટી અને નીલકંઠ સોસાયટીમાં સીસી રોડનું કામ અંદાજે રૂ.59.07 લાખ દલવાડી સર્કલથી આવાસ યોજના સુધી સીસી રોડનું કામ અંદાજે રૂ. 36.80 લાખ, પાવન પાર્ક સોસાયટીમાં સીસી રોડનું કામ અંદાજે રૂ. 34.84 લાખ કેન્દ્ર સરકાર પુરસ્કૃત 15મા નાણા પંચ યોજના અન્વયે ઘન કચરાના નિકાલ વ્યવસ્થાપન અંતર્ગત ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન માટે રૂ.3.43 કરોડની ફાળવણી એમ કુલ અંદાજે રૂ. 14.40 કરોડના ખર્ચે બનનારા વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત બપોરે:- 2.30 કલાકે બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે.