વિશ્વ કલ્યાણ માટે આશુતોષ ગ્રુપના 9 બ્રાહ્મણો દ્વારા સાત મહારૃદ્રનો હળવદની પવિત્રભૂમિ ઉપર પ્રયોગ મોરબી : હળવદની પવિત્ર ભૂમિ ઉપર આશુતોષ ગ્રુપના 9 ભૂદેવો દ્વારા અલગ-અલગ જગ્યાએ 80 લઘુરુદ્ર પૂર્ણ કરી વિશ્વકલ્યાણની ભાવના પ્રગટ કરી છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના મહામારીમાંથી આખા વિશ્વ મુક્ત થાય અને જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે હળવદના આશુતોષ ગ્રુપ 9 ભૂદેવો દ્વારા અલગ - અલગ વિસ્તારમાં 80 લઘુરુદ્ર પરિપૂર્ણ કર્યા છે. 80 લઘુરુદ્ર એટલે 7 મહારુદ્ર હળવદની ભૂમિ ઉપર કરવામાં આવેલા છે. આજથી 20 વરસ પહેલાં આવું સુંદર આયોજન કરવામાં આવેલું હતું. હળવદની ભૂમિ ઉપર સાલ 2001માં ત્યાર બાદ ફરી એક વખત 20 વરસ બાદ આવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ આખા આયોજનનું સંચાલન હળવદના પ્રખર વેદપાઠી ભુદેવ પ્રકાશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. જેની સાથે તેમના શિષ્યો જ્યેન્દ્રભાઈ જાની,અમર ભાઈ આચાર્ય , હાર્દિક ભાઈ દવે, પ્રિતેશભાઈ દવે, ભાવિનભાઈ જાની, નિરજભાઈ વ્યાસ, ભાવિનભાઈ જાની, પ્રશાંતભાઈ જોશી, ગૌરાંગભાઈ જોશી સહિત દરેક ભૂદેવો ભેગા મળીને આ સુંદર આયોજનને સફળ બનાવ્યું હતુ. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..