મોરબી : આવતીકાલે ઉત્તરાયણ પર્વ છે ત્યારે મકર સંક્રાંતિ અને પુણ્યકાળ વિશે અહીં જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે એટલે કે, વિક્રમ સંવત ૨૦૮૦ના પોષ શુકલ ૩ ને રવિવાર તા. ૧૪/૧૫-૧-૨૦૨૪ના રોજ રાત્રે ૨૬:૪૪ કલાકે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે સમયે શતતારકા નક્ષત્ર, વ્યતિપાત પર વરીયાન યોગ અને વિષ્ટિ કરણ વ્યાપત છે. ચંદ્ર રાશિ કુંભ છે.મકરસંક્રાંતિનો પુણ્યકાળ ૧૫ તારીખ અને સોમવારે છે દાન, સ્નાન વિશેષ પૂજાઓ ૧૫ તારીખ ને સોમવારે કરવીમુહૂર્ત ૧૫ સમર્ધ છે. આ સંક્રાતિ ઉત્તર દિશામાંથી આવે છે. દક્ષિણમાં જાય છે. તેનું મુખ પૂર્વ દિશા તરફ છે અને દષ્ટિ નૈઋત્ય તરફ છે.સંક્રાંતિનું વાહન અશ્વ છે. ઉપવાહન સિંહ છે. વસ્ત્ર કાળા રંગનું છે. જાતિ દ્વિજ છે. હાથમાં પાન અને દુર્વા ધારણ કરેલ છે. વય વૃદ્ધા છે. આભુષણ સોનું છે. ભક્ષણ કઠોળનું કરે છે. ભોજનપાત્ર કાંસાનું છે. કંચુકી ભુરા રંગની છે. એની સ્થિતિ બેઠેલી છે, અને હાથમાં ભાલો ધારણ કરેલ છે. અવસ્થા ભુક્તા છે.સંક્રાંતિ જે જે વસ્તુઓ સાથે સંબંધ ધરાવે તે તે દિશા, પ્રદેશ વસ્તુમાં તકલીફો અનુભવાય. હાનિ અને અશુભ ફળ પ્રાપ્ત થાય. એટલે ઘોડો, સિંહ જેવા વન્યજીવો કે તેની સાથે સંકળાયેલા (સર્કસ, ઝૂ વગેરે)ને તકલીફ આવે. કાળા રંગની વસ્તુઓ, સોનું અને કાંસામાં ભાવ વધારો થાય, કઠોળ, મોઘું થાય. સંક્રાંતિની વય વૃદ્ધા હોવાથી વૃદ્ધોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે.સંક્રાંતિ સમયની કુંડળી તુલા લગ્નની છે. લગ્ન ભાંગ્યાંશમાં છે અને લગ્નેશ પાપાંશમાં છે. રાજદ્વારીઓ સુખ- સુવિધા માટે ગેરકાયદેસરના રસ્તા અપનાવે. સૂર્ય લાભ સ્થાનનો સ્વામી થઇ ચતુર્થ ભાવમાં મકર રાશિમાં પાપાંશમાં છે. જો કે લાભ સ્થાન પર અને લગ્ન પર પણ ગુરુની દ્રષ્ટિ છે, એટલે બંન્ને ભાવ ગુરુથી નિયંત્રીત હોવાથી રાજદ્વારીઓ અને અધિકારીઓ ડરીને ભ્રષ્ટાચારથી દૂર રહે. આ વર્ષે પ્રજાની અને સરકારની સર્જનાત્મકતા અને જાગરુકતા જોવા મળે પંચમ ભાવમાં શનિ ચંદ્રનો વિષયોગ છે. પરંતુ શનિ કેન્દ્ર ત્રિકોણ બંનેનો સ્વામી હોઇ પાપાંશમાં હોવા છતાં શુભફળ દાતા છે અને ચંદ્ર સૌમ્યાંશમાં છે. જેથી વિદેશી સંબંધોમાં ઉત્તમ સકારાત્મક પ્રગતિ દેખાય. મૃત્સદ્દીગિરીથી વિદેશના સંબંધો હલ થાય, ધનેશ મંગળ ત્રીજે ઉપન્નાંશમાં હોવાથી દેશનો જી.ડી.પી. વધે નાણાંકીય ખાધ ઓછી થાય. વ્યયેશ બુધ ભાંગ્યાંશમાં છે. જેથી જનતાની સુખ સગવડોની નવી નવી યોજનાઓ બને. પરંતુ સાથે સાથે પ્રજાની તકલીફોમાં પણ વૃદ્ધિ થાય.સંક્રાંતિએ રાશિ મુજબ આપવાનું દાનમેષ-કન્યા-કુંભસોનાના પાયે બેસે છે. પીળા વસ્ત્રો, પીળો ગોળ, પિતાંબર, પિત્તળના વાસણો, સોનાનું દાન કરવુંવૃષભ-સિંહ-ધનતાંબાના પાયે બેસે છે. લાલ વસ્ત્ર, લાલ પિતાંબરી, ગોળ, સિંગ, તાંબાના વાસણનું દાન કરવું.મિથુન-તુલા-મકરરૂપાના પાયે બેસે છે. સફેદ વસ્ત્ર, ધોતી, ઝભ્ભો, દૂધ, ચોખા, સાકર, સાકર, ચાંદીની ગાય, ચાંદીના વાસણો, તુલસી કયારાનું દાનકર્ક-ઘન-મીનલોઢાના પાયે બેસે છે. કાળી વસ્તુ, કાળા વસ્ત્રો, કાળા તલ, કાળા અડદનું તથા લોખંડના વાસણોનું દાન કરવું.