ઉદ્યોગકારોએ તાલુકા પોલીસને લેખિતમાં અરજી કરી ખેતરના માલિકો સામે કાનૂની રાહે પગલા ભરવાની માંગ કરીમોરબી : મોરબીના નવા સાદુળકા ગામે ખેતર પાસેના ઉદ્યોગકારોને અવરજવરના માર્ગ ઉપર ખેતરના માલિકોએ અડચણ ઉભી કરી ખોટી રીતે કનડગત કરીને ઉદ્યોગોના શ્રમિકોને ગાળો આપી ધમકાવતા હોવાની ઉદ્યોગકારોએ મોરબી તાલુકા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી ખેતર માલિકો સામે કાયદેસરની ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.મોરબીના નવા સાદુળકા ગામે આવેલા કાવર ઇન્ડસ્ટ્રીઝ, બાલાજી ડાયમંડ ટુલ્સ, ક્રિશિવ પોલીપેક, હરિકૃષ્ણ ઓઇલ મિલ, પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ, ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ, ગ્રોમોર એટોપેક, ફોનિક કલર સહિતના યુનિટોના માલિકોએ મોરબી તાલુકા પોલીસને લેખિતમાં અરજી કરીને જણાવ્યું હતું કે, તેમના ઉદ્યોગોના મુખ્ય અવર-જવરનો માર્ગ નવા સાદુળકા ગામે એક ખેતર પાસેથી નીકળે છે. પણ આ ખેતરના માલિકોએ દાદાગીરી કરીને એ રસ્તાનું ખોદકામ અડચણ ઉભી કરી છે. આ ખેતરના માલિકોએ ઉદ્યોગકારોને હેરાન કરવા માટે તેમના રસ્તા ઉપર અડચણ ઉભી કરી હોવાથી ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉદ્યોગકારોનો કાયદેસરનો અવરજવરનો માર્ગ છે. તેમાં ખેતરના માલિકોએ ગેરકાયદે આ કૃત્ય કર્યું છે એટલું જ નહીં તેમના ધંધાને નુકશાન પહોંચતું હોય તેમજ તે રસ્તેથી નીકળતા તેમના શ્રમિકોને હેરાન કરવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આથી આવા શખ્સો સામે આ અરજીથી એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.