અનેક પીડિતો પોતાની ફરિયાદ લઈ એસપી કચેરીએ ઉમટ્યા, પ્રથમ પોલીસ સ્ટેશન વાઇઝ અરજી લેવાયા બાદમાં ઉચ્ચ અધિકારીઓએ મૌખિક સાંભળ્યાhttps://youtu.be/V9cpX3OVcTY?si=fRttYQuqSndU6sSsમોરબી : મોરબીમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો હોય તંત્ર દ્વારા પીડિતો માટે લોકદરબારની જેમ ફરિયાદો સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદોનો ઢગલો થઈ ગયો હતો. અંદાજે 19 જેટલા અરજદારોએ તંત્ર સમક્ષ મદદની ગુહાર લગાવી હતી. આજ રોજ એસપી કચેરી ખાતે વ્યાજખોરો વિરુદ્ધની ફરિયાદો સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી અને ધારાસભ્યએ પીડિતોને સાંભળ્યા હતા. તંત્રની આ ઝુંબેશથી વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદોનો ધોધ વહયો હતો. 19 જેટલા પીડિતોએ પોતાની વેદના ઠાલવી હતી. આ મામલે રેન્જ આઈજીએ જણાવ્યું કે વ્યાજખોરો સામેની ફરિયાદ માટે પોલીસ 24×7 ઉપલબ્ધ છે. આ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે 19 જેટલી અરજીઓ આવી છે. દશેક ફરિયાદ વ્યાજની છે. 5 જેટલા કેસ જમીન મકાનના છે. અમુક જુના કોર્ટમાં ચાલતા હોય તેવા કેસ છે. કોર્ટમાં ન ચાલતા હોય તેવા કેસમાં ન્યાય મળશે તેવી ખાતરી આપી છે. અમુક કેસ એવા છે અગાઉની ઝુંબેશમાં ફરિયાદ થઈ હોય, બાદમાં વ્યાજખોરે ચેકના આધારે કોર્ટમાં કેસ કર્યો હતો. આવા કેસમાં પણ પોલીસ કોર્ટને ધ્યાન દોરશે કે આ પ્રકરણમાં પહેલા ફરિયાદ નોંધાઈ ગઈ છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું કે તમામ લોકોને અપીલ કે વ્યાજખોરીમાં ફસાઈ ગયા હોય તો પોલીસમાં અરજી કરજો. જો કાર્યવાહી ન થાય તો અમારૂ ધ્યાન દોરજો. ______________________________________________રૂ.5 લાખના 10 લાખ આપ્યા છતાં કોર્ટમાં ચેક સાથે કેસ દાખલ કરી દેવાયોપીડિત લલીતભાઈ જસમતભાઈ સાણંદીયા રહે.બિલિયાએ જણાવ્યું કે મારા પત્ની બીમાર હતા. જેથી વિજયભાઈ પાસેથી 5 લાખ વ્યાજે લીધા હતા. તેના 10થી 12 લાખ ચૂકવી દીધા હતા. જેની પોચ પણ પડી છે. છતાં પણ તેઓએ કોર્ટમાં અમારા બે કોરા ચેક રકમ ભરી નાખ્યા છે. કોર્ટમાં કેસ ચાલુ છે. હજુ તેઓ ધાક ધમકી આપે છે. મકાનની ચાવી લઈ લીધી છે. ______________________________________________જમીનના સોદાના થોડા પૈસા જ આપ્યા અને ફરિયાદ કરી નાખીભીમજીભાઈ હીરાભાઈ કંઝારિયા રહે.પંચાસર ચોકડી, મોરબીએ જણાવ્યું કે અમારે અમરેલી સર્વે નંબરની જમીન છે. જે બાયપાસ પાસે આવેલી છે. તેનો સોદો કર્યો હતો. સામેની પાર્ટી નરેન્દ્રસિંહ નથુભા ઝાલા રહે.પંચાસર 20 લાખ ઘરે આવી આપી ગયા હતા. પણ બાકીના પૈસા હજુ સુધી આપ્યા નથી. પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી એટલે તેઓએ અમારી ઉપર ફરિયાદ કરી દીધી છે. ______________________________________________ફ્લેટમાં પૈસા દઇ દીધા છતાં દસ્તાવેજ બીજાના નામે કરી દેવાયોધીરજલાલ જાદવજી વરમોરાએ જણાવ્યું કે 2018 તેઓએ કન્યા છાત્રાલય રોડ ઉપર 45 લાખ ચૂકવી રાજેશભાઇ છનીયારા પાસેથી ફ્લેટ લીધો હતો. 2021માં ફ્લેટ તૈયાર થઈ ગયા હતા. છતાં ફ્લેટનો કબ્જો આપ્યો નહીં અને આ એપાર્ટમેન્ટના પ્લોટનો દસ્તાવેજ બીજાના નામે કરી દીધો હતો.આ અંગે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પરંતુ હજુ સુધી મને પૈસા પરત નથી મળ્યા કે ફ્લેટ પણ નથી સોંપ્યો ______________________________________________રૂ.60 લાખના દોઢ કરોડ આપ્યા છતાં પઠાણી ઉઘરાણી થતા યુવાને આપઘાત કર્યોકુંવરજીભાઈ જેઠાભાઇ ગોધવિયા રહે. વિજય નગરએ જણાવ્યું કે આઠ મૈના પહેલા મારો પુત્ર આપઘાત કરી મૃત્યુ પામ્યો. તેને 60 લાખ લીધા હતા. જમીન વેચી દોઢ કરોડ આપી પણ દીધા હતા. છતાં રાજેશ બોરીચા રહે. ખાખરાળા, દિનેશ રહે.નાગડાવાસ અને લાલાભાઈ સાહિતના ઉઘરાણી કરતા હતા. અમે ફરિયાદ કરી છે. પરંતુ હજી સુધી આરોપીઓ પકડાયા નથી. આરોપીઓ ગામમાં ફરે છે આ અંગે જ્યારે અમે પોલીસ સ્ટેશન જઇએ ત્યારે પોલીસવાળા એમ કહે છે. અમે શોધીએ છીએ,______________________________________________