વાંકાનેર : માટેલ ગામમાં ખેતીની વીજ લાઈનમાં વારંવાર ફોલ્ટ સર્જાતો હોવાની ફરિયાદ ઉઠી છે. માટેલ ગામના ખેડૂતોની વારંવાર ફરિયાદ આવે છે કે, વાંકાનેર પીજીવીસીએલ રૂરલમાં ખેતીની વીજ લાઈનમાં વારંવાર ફોલ્ટ સર્જાય છે. આ અંગે ફરિયાદ આપતા ત્રણ ત્રણ દિવસે સુધી ફોલ્ટ રીપેર થાય છે. આ અંગે માટેલ ગામના સરપંચ મુન્નાભાઈ દુધરેજીયાએ પણ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પીજીવીસીએલ દ્વારા આ પ્રશ્નનો હલ કરવામાં આવતો નથી. જો આમને આમ રહેશે તો આગામી દિવસોમાં ખેડૂતો તેમજ ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ નોંધાવશે. તેથી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.