જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી કરવા આપ્યા આદેશ મોરબી : મોરબીના એસપી રોડ પર જાહેરનામું હોવા છતાં બેફામ ડમ્પરો દોડી રહ્યા છે. આ અંગે જાગૃત નાગરિકે આ ડમ્પરો તાત્કાલિક ધોરણે બંધ કરવા સોશિયલ મીડિયા X મારફતે ગુજરાત પોલીસ, ગુજરાત પોલીસ વડા અને મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડી હતી. જેને લઇને ગુજરાત પોલીસે મોરબી જિલ્લા પોલીસ વડાને આ અંગે યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું. જેથી જિલ્લા પોલીસવાડાએ આ બાબતે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર તથા મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.મહત્વનું છે કે એસપી રોડ પર જાહેરનામું હોવા છતાં બેફામ ડમ્પરો દોડે છે. જે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે.