હળવદના ઘણાદ ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યા અંગે મૂળ માલીકે ફરિયાદ નોંધાવી હળવદ : હળવદના ઘણાદ ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવીને ત્રણ શખ્સોએ આ જમીનને પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ જમીનના મૂળ માલીકે ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ કરામશીભાઈ દોરાળાએ આરોપીઓ પ્રવીણભાઈ રાણાભાઈ, ચેતનભાઈ રાણાભાઈ અને મેલાભાઈ રણછોડભાઈ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, હળવદના ઘણાદ ગામે આવેલ ફરિયાદીની માલિકીની સર્વે નંબર 165 વાળી જમીન ઉપર આરોપીઓએ અગાઉ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. ફરિયાદી પોતાની જમીન ઉપર ખેતી કરવા ગયા ત્યારે આરોપીઓએ આ જમીન ઉપર વર્ષોથી અમે ખેતી કરીએ છીએ એટલે અહીંયા હવે પછી આવતા નહીં તેવું કહીને ધાક ધમકી આપી હતી. બાદમાં ફરિયાદી સમજાવતા હોવા છતાં પણ આરોપીઓએ મનમાની ચલાવીને તેમની જમીનને પચાવી પાડી હતી. આથી આ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..