મકાનના મૂળ માલીકે બે શખ્સો સામે નોંધાવી ફરિયાદ મોરબી : મોરબીના અમરેલી ગામે આવેલ સોસાયટીના એક મકાનમાં બે શખ્સોઓ ગેરકાયદે કબ્જો જમાવતા અંતે મકાનના મૂળ માલીકે આ બન્ને શખ્સો સામે મકાન પચાવી પાડવાની લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આથી એ ડિવિઝન પોલીસે આ બનાવ અંગે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ બીજલભાઇ મકવાણા (ઉ.વ.૪૨ ધંધો- ખેતી રહે-વેલનાથ ચોક ગોવીંદનગર શેરી નંબર-૧ સોરઠીયા પ્રજાપતીની વાડી રાજકોટ) એ આરોપીઓ નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા, જયપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા (રહે. બન્ને મોટા રામપર, તા.ટંકારા) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, જુલાઇ-૨૦૧૭ના માસથી તા.૪ સપ્ટેમ્બર સુધી મોરબી તાલુકાના અમરેલી ગામ ના સર્વે નંબર-૧૪૧ ની શ્રધ્ધા સોસાયટીના પ્લોટ નંબર-૨૧માં આવેલ ફરિયાદીના મકાનમાં ગેરકાયદે પેશકદમી કરી હતી. આરોપીઓએ ફરીયાદીની માલીકીનુ મોરબી તાલુકાના અમરેલી ગામ ના સર્વે નંબર-૧૪૧ ની રહેણાંક હેતુ માટે શ્રધ્ધા સોસાયટીના પ્લોટ નંબર-૨૧ નુ મકાન ઉપર કબ્જો કરી વપરાશ કરી જમીન પચાવી પાડી પાડી હતી. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ લેન્ડ ગ્રેબીગના બનાવની સમગ્ર તપાસ નાયબ પોલીસ અધિક્ષક એમ.આઇ.પઠાણ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..