મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો મોરબી : મોરબીના જુના અજંતા કારખાના પાછળ આવેલી માધાપર સર્વે નંબરની કરોડોની કિંમતી જમીન વિવાદમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ધુનડા સજનપર ગામે રહેતા કિશનભાઇ દિનેશભાઇ રંગપરીયાએ સવજીભાઇ ગોવીંદભાઇ કંઝારીયા રહે. ખેરની વાડી, લાતીપ્લોટ-૨, જુના અજંતા પાછળ, મોરબી વાળા વિરુદ્ધ તેમના પિતાજીએ ખરીદેલી માધાપર રેવન્યુ સર્વે નંબર ૧૨૩૦ ક્ષેત્રફળ (હે.આર.એ.ચો.મી.) ૧-૦૧-૧૭ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી બાંધકામ કરવા સબબ લેન્ડ ગ્રેબિંગ કિમીટી સમક્ષ ફરિયાદ નોંધાવતા કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૧)(૩),૫(ગ), મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..