સંબંધના નાતે દુકાન વાપરવા આપી અને ખાલી કરવા કહ્યું તો મારવા દોડ્યા વાંકાનેર : વાંકાનેરના જીનપરા વિસ્તારમાં કિંમતી જમીન સંબંધના નાતે વાપરવા આપ્યા બાદ દુકાન ખાલી કરવાનું કહેતા દુકાન માલિક ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પરવેઝ પાર્ક, આશિયાના સોસાયટીમાં રહેતા રસુલભાઇ હાજીભાઇ માથકીયા, ઉવ.૬૧ નામના ગૃહસ્થે સંબંધના દાવે જલાલભાઇ વલીભાઇ પરાસરા, પરવેઝ જલાલભાઇ પરાસરા અને નુરઅખતરભાઇ જલાલભાઇ પરાસરા, રહે.ત્રણેય ગુલશન પાર્ક ચંદ્રપુર તા.વાંકાનેર વાળાને જીનપરા મેઇન રોડ પર આવેલ સર્વે નં.૩૦૦૨ પૈકી, ચો.મી.૯૫-૭૮ સે.મી.ચો.વાર ૧૧૫ વાળી પાકી દુકાન સંબંધના દાવે વાપરવા માટે આપી હતી. દરમિયાન રસુલભાઈએ ત્રણેય આરોપીઓને દુકાન ખાલી કરવાનું કહેતા ત્રણેય આરોપીને સારું નહિ લાગતા ગાળો દઈ મારવા દોડતા રસુલભાઈએ આ મામલે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અરજી આપતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ ૫૦૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..