એક મુસાફરનું માથું ફૂટ્યું, બીજાની દાઢી ગરદનમાં ઇજા મોરબી : ઉત્તરપ્રદેશના ખાનગી બસના ડ્રાઇવરે મુસાફરોના માથા ફૂટી જાય તેવી રીતે બસ હંકારતા બે મુસાફરોને ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મોરબીના લાલપર નજીક ટ્રાવેલ્સ બસ નંબર નં-UP-78-CT-8532ના ચાલકે બેફિકરાઈથી ગફલત ભરી રીતે બસ ચલાવતા બસમાં મુસાફરી કરી રહેલ ભીમ કુમારને માથામા ઇજા પહોચી હતી. તેમજ રમેશભાઇ પાસવાનને મોઢાના ભાગે દાઢીમા ફેકચર ઇજા તથા ડોકની નીચે ઇજા પહોચાડતા, આ બન્ને મુસાફરોના ગામના સુબેદારભાઇ જગલાલભાઇ પાસવાને બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી બસચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..