ટંકારા : ટંકારાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને એક શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની ટંકારા પોલીસ મથકેથી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારાના એક ગ્રામ્ય વિસ્તારમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી સગીરાને ગત તા.૯ ના રોજ આરોપી નરેશભાઈ સરદારભાઈ પલાસ (રહે. મુળ આમલીમેનપુર, તા.ધાનપુર, જી.દાહોદ, હાલ ટંકારા)એ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. આ બનાવની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate