મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાને લગ્નની લાલચ આપી એક શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી આરોપી રાજેશભાઇ છીતરાભાઇ પરમાર (રહે. રાજસ્થાન) વાળો ગત તા.૧ના રોજ ભગાડી ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.