મોરબી : મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે રહેતી સગીરાને મેહુલભાઇ ચકાભાઇ કોળી (રહે.- ખારકુવા પાસે, રામાપીરના મંદીર પાસે, જોરાવરનગર, તા.વઢવાણ જી.સુરેંદ્રનગર) નામનો શખ્સ ગત તા.૧૩ ના રોજ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. આ બનાવની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.