યુવાનની ફરિયાદના પગલે 19 શખ્સો સામે હુમલો કર્યાનો તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો મોરબી : મોરબીના આમરણ ગામે ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા યુવાને ફેસબુક પર વિડિઓ શેર કરવા મામલે રોષે ભરાયેલા ટોળાએ તેને માર માર્યો હતો. યુવાને આ બનાવ અંગે આમરણ ગામના 19 શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના ધૂળકોટ ગામે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા જયસુખભાઈ ઉર્ફે જયેશભાઈ તરશીભાઈ ચોટલીયા ઉ.વ.૩૮ નામના યુવાને સૈયદ ગુલામ હુસેન, બુખારી ઈકબાલ ટીપુ, સૈયદ લકી, ઈકબાલ રગડો, ઈકબાલ સમસુ, બુખારી ગુલામ અસરફ, બુખારી તૌફીક અસરફ, મોહમદ ધાંચી, બુખારી સલીમ કાલુમીયા, ભન્નો સર્વિસ સ્ટેશન વાળો, હુસેન ખોખર, બુખારી રજાક બાવામીયા, અફઝલ કીસ્મત ગેસ વેલ્ડીંગ વાળો, તેકુલ ખોખર ખાટકી, ફટક તુફાન વાળો, સલીમ અસમુદીન બુખારી, શબ્બીર,યાકુબ બાવામીયા, અલ્તાફ, રહે બધા આમરણ વાળાઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૯ ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામા આમરણ ગામે ફરીયાદીની દુકાને બનેલા આ બનાવમાં ફરીયાદીએ પૃથ્વીરાજ ચૌહાણને અન્યાય થયેલો હોય એ અંગેનો વીડીયો ફેસબુક ઉપર શેર કર્યો હોવાથી તે બાબત આરોપીઓને નહી ગમતા આરોપીઓ ફરીયાદીની દુકાનમા હુમલો કરવા માટે પ્રવેશ કરી ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો મારમારી જાન થી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને મુંઢ ઈજા કરી હોવાની તેમણે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે આ બનાવ અંગે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.