મોરબી તાલુકા પોલીસે રામકો વિલેજમાંથી બાઈક ચોરી જવા અંગે ગુંન્હો નોંધ્યો મોરબી : મોરબીથી ડઝનબંધ બાઈક ચોરી કરનાર તસ્કરો થાનગઢ પોલીસે પકડી પાડ્યા બાદ બાઈક ચોરી અંગે રોજે રોજ ફરિયાદ નોંધાઈ રહી છે જેમાં ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં વધુ બે બાઈક ચોરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા સહદેવસિંહ દોલુભા મોરી તથા સબીરભાઇ અનવરભાઇ સેવંગીયાના બે મોટરસાયકલ રામકો વિલેજ નજીકથી ચોરી કરી લઈ જવા અંગે આરોપી ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહે-થાનગઢ, વિકાસભાઈ ભરતભાઈ પનારા રહે- થાનગઢ અને રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે-મોરથળા તા-થાનગઢ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ- ૩૭૯,૧૧૪ મુજબ રૂપિયા 50 હજારની કિંમતના બે બાઈક ચોરી કરી લઈ જવા અંગે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..