લાલપર અને નવા સાદુળકા નજીકથી બાઈક ચોરાવા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાંથી થોકબંધ મોટર સાયકલ ચોરીના ગુન્હામાં પકડાયેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના રીઢા તસ્કર વિરુદ્ધ લાલપર અને નવા સાદુળકા નજીકથી ચાર બાઈક ચોરાવા મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં વધુ બે ફરિયાદ નોંધાઈ છે. મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા ભરતભાઇ નરસંગભાઇ રાઠોડ અને સાહેદ સુરેશભાઇનું મોટર સાયકલ લાલપર ગામ નજીક આવેલ ઓનેસ્ટ હોટલની બાજુમાં, એજેક ટાઇલ્સના શો-રૂમ પાસેથી જુલાઈ 2021માં ચોરાયા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીના મોટર સાયકલો પકડાયેલ હોવાનું જાણવા મળતા બન્ને ફરિયાદીઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં મુકેશભાઇ ધુડાભાઇ ડાભી રહે. નવાગામ, તા.થાનગઢ, જી.સુરેન્દ્રનગર અને સેલાભાઇ રણછોડભાઇ ચાવડા રહે. અમરાપર, તા.થાનગઢ, જી.સુરેન્દ્રનગર વાળાએ બન્નેના રૂપિયા 60 હજારની કિંમતના બાઈક ચોર્યા હોવાનું જણાવતા પોલીસે ગુન્હો નોંધ્યો છે. જ્યારે મોટર સાયકલ ચોરી અંગેની બીજી ફરિયાદમાં નવા સાદુળકા ગામે રહેતા ટ્રાન્સપોર્ટર અશોકકુમાર સાવરમલ શર્મા તેમજ મોરબીના સાહેદ પિયુષભાઇ દુર્લભજીભાઇ ખાનપરાના રૂપિયા 70 હજારની કિંમતના બે મોટર સાયકલ ઓક્ટોબર 2021માં નવા સાદુળકા ગામ, નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ રાધેશ્યામ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી ચોરી કરી જવા મામલે મુકેશભાઇ ધુડાભાઇ ડાભી રહે. નવાગામ, તા.થાનગઢ, જી.સુરેન્દ્રનગર તેમજ રમેશભાઇ મેરાભાઇ પરમાર રહે.સારસાણા, તા.થાનઢ, જી.સુ.નગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..