મોરબી : લીલાપર ગામે અનુ.જાતિના પિતા-પુત્ર ઉપર બે વખત હુમલો કર્યાની ઘટનામાં કડક કાર્યવાહીની માંગ સાથે સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મોરબી તાલુકાના લીલાપર ગામની હદમાં ગત તારીખ 16 ના રોજ માત્ર ટૂંકાગાળામાં અનુસૂચિત જાતિના બાપ અને દીકરા ઉપર જાતિ પ્રત્યે અપમાનિત કરી હુમલો કરવામાં આવ્યો હોય આ તત્વોને જાહેરમાં કાયદાની ભાન કરાવવામાં આવે. માત્ર 6 જ કલાકમાં બે વાર ગુનાને અંજામ આપનાર આવા લોકો સામે ઝડપથી કાર્યવાહી થાય તેવી માંગ છે.