ચાર શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદના જુના વેગડવાવ ગામે મહિલાની ચાર શખ્સોએ છેડતી કરીને હુમલો કર્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે. હળવદ પોલીસે મહિલાની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી હળવદના જુના વેગડવાવ ગામે રહેતી મહિલાએ આરોપીઓ ચતુરભાઈ દેવજીભાઈ દલવાડી, શંકરભાઈ દેવજીભાઈ દલવાડી, નયનભાઈ દલવાડી, મુકેશભાઈ દલવાડી (રહે બધા જુના વેગડવાવ, હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા-૧૩ના રોજ સવારના સમયે એકઆરોપીએ ફરીયાદીની એકલતાનો લાભ લઈ બદકામ કરવાના ઈરાદે પકડી છેડતી કરી તથા અન્ય આરોપીઓ ફરીયાદીને તુ કેમ ચતુરભાઈની ખોટી વાત કરે છે તેમ કહીને લોખંડના પાઈપ વડે જમાણા હાથમા મારમારી કરી ગાળો આપી હતી. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.