મોરબી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો મોરબી : મોરબીમાં સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયેલા આરોપીએ વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધાની ફરિયાદ નોંધાઈ છે. આથી, મોરબી બી ડિવિઝન પોલીસે દુષ્કર્મના બનાવની ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો પરપ્રાંતીય પરિવાર ગત જાન્યુઆરી માસમાં પોતાના વતનને જવા માટે નીકળ્યો હતો. દરમિયાન મોરબી નજીક આ પરિવારની સગીર વયની દીકરી પાણી પીવાનું કહીને નીકળી ગયા બાદ એ પરિવારની જાત તપાસમાં તેમની સગીર વયની દીકરીને જાન્યુઆરી માસમાં આરોપી ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ સગીરનું અપહરણ કરીને તેણીને હવસનો શિકાર બનાવી હતી અને વારંવાર દુષ્કર્મ આચારીને સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં સગીરા ગ્રામ્ય વિસ્તારમાંથી ગર્ભવતી હાલતમાં મળી આવતા આ આરોપીનો ભાંડો ફૂટતા સગીરાના પિતાએ આરોપી સામે દુષ્કર્મની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટાફે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટનો ગુન્હો દાખલ કરી તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..