હળવદ : હળવદના જુના માલણીયા ગામની સગીરાને એક શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના જુના માલણીયા ગામે રહેતી સગીરાને ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામે રહેતો લગેશ રામસિંગ કોળી નામનો શખ્સ ઉઠાવી ગયો હતો. આ મામલે સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. [caption id='attachment_41968' align='aligncenter' width='300'] Kidnapper Running Away Hostage Character Icon Design Template Vector Illustration[/caption]