હળવદ નજીક કેનાલમાં ભંગાણ કરવા મામલે બે ખેડૂતો સામે સિંચાઈ વિભાગે ફરિયાદ નોંધાવી હળવદ : હળવદ નજીક કેનાલમાં ભંગાણ કરી ગેરકાયદે જોડાણ કરી પોતાના ખેતર સુધી પાણી લઈ જઈ પાઇપલાઇનને નુકસાન કર્યાની બે ખેડૂતો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં હળવદ નજીક કેનાલમાં ભંગાણ કરવા મામલે બે ખેડૂતો સામે સિંચાઈ વિભાગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર સિંચાઈ વિભાગના મોહનભાઇ ગુરજીભાઇ રાઠવાએ આરોપીઓ વીરજીભાઇ ત્રીભોવનભાઇ દલવાડી તથા રમેશભાઇ ત્રીભોવનભાઇ દલવાડી (રહે. બન્ને અંબારામ પંચર સર્વીસ, તા. હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૧/૦૨/૨૦૨૧ પહેલા કોઇપણ વખતે બનેલા આ બનાવમાં આઇ.પી.સી. કલમ ૪૩૦ તથા સાર્વજનીક મીલ્કત નુકશાન અટકાવાનો અધીનીયમ કલમ ૩ મુજબ આરોપીએ હળવદ માઇંનોર -૧ માથી નિકળતી સબ માઇનોર 2A-HVM-01 ની પાઇપ લાઇનમા અન-અધીકૂત રીતે ગેરકાયદેસર જોડાણ કરી પોતાના ખેતર સર્વે નંબર ૨૦૫૬ તથા ૨૦૫૭ મા પીયત માટે પાણીનો પ્રવાહ રોકી પાઇપ લાઇનમા સરકારી સંપતીને રૂ. ૧૧,૨૦૦ નુ નુકશાન કર્યું હતું. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..