મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામની પાછળના ભાગમાં આવેલા લોકલ વોકળામાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની રાવ ભડીયાદ ગામના થોભણભાઈ અઘારાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજીયોનલ ઓફિસર સમક્ષ કરી છે.લેખિત કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, ભડીયાદ ગામની સીમમાં ગામની પાછળના ભાગમાં લોકલ વોકળાની પાછળના ભાગમાં આવેલ પેપર મીલનું ખરાબ કેમિકલયુક્ત પાણીનો નિકાલ વોકળામાં કરવામાં આવે છે. જેના કારણે આ વોકળાનું પાણી ખૂબ જ ખરાબ થઈ ગયું છે અને વાપરવા લાયક રહ્યું નથી. આ પાણી ગામ લોકોને ન્હાવા કે કપડાં ધોવામાં કામમાં આવે તેમ નથી. પશુઓને પણ આ પાણી પીવાલાયક રહ્યું નથી. પાણી ખુબ જ દુર્ગંધવાળું હોય જેના કારણે રોગચાળો ફેલાય તેમ છે. તેથી પેપર મીલ દ્વારા કેમિકલયુક્ત પાણીનો જે નિકાલ વોકળામાં કરવામાં આવે છે તે તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માગ કરાઈ છે.