મોરબીના રફાળીયા ગામે અગાઉ આરોપીના ભત્રીજા વિરૂધ્ધમાં મહિલાના પતિએ એક્ટ્રોસીટીનો કેસ કરતા ખાર રાખી કૃત્ય કરાયું મોરબી : મોરબી તાલુકાના રફાળિયા ગામે અગાઉ કરેલી એટ્રોસીટી ફરિયાદનો ખાર રાખી મહિલાનું બાવડું પકડી એક શખ્સે છેડતી કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ અન્વયે ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળીયા ગામે રહેતા જયશ્રીબેન અજયભાઇ ચૌહાણ નામના મહિલાનું બાવડું પકડી છેડતી કરી આરોપી લખનસિંહ દરબારે જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે જયશ્રીબેને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં આરોપીના ભત્રીજા વિરુદ્ધ જયશ્રીબેનના પતિએ અગાઉ જાતિ પ્રત્યે અપમાનિત કરવા મામલે કેસ કર્યો હોય જેનો ખાર રાખી લખને આ કૃત્ય આચર્યું હોવાનું જયશ્રીબેને પોલીસ સમક્ષ જણાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૫૪(એ), તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)આર.એસ, ૩(૨)૫-એ, ૩(૧)(ડબલ્યુ)(૧) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.