મોરબી : મોરબીમાં તરુણીને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં રહેતી તરુણીને તા.૨૫/૦૩/૨૦૨૧ના બપોરના બાર સાડા બાર વાગ્યાની આસપાસ આરોપી રાહુલ મેરાજીભાઇ તુવર (રહે- અમદાવાદ અડાલજ મુળ ગામ- લુણાવાડા જી-મહિસાગર) નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો. આ બનાવ અંગે તરુણીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.