મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર રહેતા યુવાનને તેમના જુના પરિચિત મહિલા, પુત્રી અને જમાઈએ ટેલિફોનિક ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઇ નટુભાઇ સારેસા ઉ.36 નામના યુવાનને આરોપી મનીષાબેન મનુભાઇ ચાવડા રહે. પીપળા,તા ધ્રાંગધ્રા, જી સુરેન્દૃનગર, અનિતાબને વાલજીભાઇ પરમાર અને વાલજીભાઇ પરમાર રહે બન્ને ગામ સાપકડા, તા.હળવદ વાળાએ ટેલિફોનિક ધમકી આપી જાનથી મારી નાખવા અવાર-નવાર ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અરજીના આધારે ગુન્હો નોંધાયો છે.