મોરબી : મોરબીના ભડીયાદ રોડ પર બાઇકને હડફેટે લેતા રિક્ષાચાલક સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ અકસ્માતમાં બાઇકસવારને ઇજા પહોંચી છે. ગત તા. 16ના રોજ મોરબી શહેરના ભડીયાદ રોડ પર નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીક ડીલક્સ પાન પાસેથી મેહુલભાઈ મુકેશભાઈ આંતરેસા (ઉ.વ.16) સ્પલેન્ડર રજી. નં. GJ-૩૬-P-૨૩૩૪ લઈને જતા હતા. ત્યારે કોઈ અજાણ્યા પીયાગો રીક્ષાના ચાલકે રીક્ષાનો સાઈડનો ભાગ બાઇકને ભટકાડી દેતા પાછળ બેઠેલા વ્યક્તિને સામાન્ય ઇજા અને મેહુલભાઈને પગમા ફેકચર જેવી તેમજ પેટના ભાગે ઈજા પહોંચી છે. આથી, મેહુલભાઈએ રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે રિક્ષાચાલકને તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate