જીપીસીબીએ ફેક્ટરીની વિઝિટ લઈ આગળની કાર્યવાહી કરી : પાણી કેમિકલનો કોઈ ભાગ ન હોવાનું જણાવતા ફેકટરી માલિકટંકારા : ટંકારાના છત્તર ગામે એક ઉદ્યોગ દ્વારા વોકળામાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોય નિકુંજ પટેલ નામના જાગૃત નાગરિકે આ મામલે જીપીસીબીને રજુઆત કરી છે. જેને પગલે જીપીસીબીએ ફેક્ટરીની વિઝિટ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ રજુઆતમાં નિકુંજ પટેલ દ્વારા જણાવાયુ હતું કે ટંકારાના છત્તર ગામે બસસ્ટેન્ડ સામે આવેલ ફનવેવ ફૂડસ નામના એકમના લેબર ક્વાર્ટરની પાછળ વોંકળો આવેલ છે. જેમાં વર્ષોથી ખેતરોમાંથી નીકળતા વરસાદી પાણીનું વહેણ છે. જે વરસાદી ઋતુમાં પાણી મીતાણા ડેમમાં ભેગું થાય છે. આ વોંકળોમાં ફક્ત વરસાદી ઋતુમાંજ પાણી હોઈ છે. પરંતુ જયારથી અહીં યુનિટ ચાલુ થયેલ છે. ત્યારથી તેમાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે. આ વોંકળો ઉપરથી અંદાજે ૧૦૦ જેટલા ખેતરોનો રસ્તો જાય છે. આ ગંદા પાણીથી આજુબાજુ અત્યંત ખરાબ દુર્ગંધ આવે છે. ત્યાંથી પસાર થવું અઘરું બની ગયું છે. તેમજ આ ગંદા પાણીથી પર્યાવરણ ને ખુબજ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.આ રજૂઆતને પગલે જીપીસીબી દ્વારા ફેક્ટરીની વિઝિટ લઈ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ મામલે જીપીસીબીના અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું કે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી માટે ગાંધીનગર મોકલી દીધા છે. બીજી તરફ ફેકટરીના માલિકે જણાવ્યું કે આ ફૂડ ફેકટરી છે. જેમાં કોઈ કેમિકલનો યુઝ થતો નથી. આ ટ્રીટ કરેલા પાણીનો ખેતીમાં ઉપયોગ થાય તો કોઈ નુકસાન થતું નથી.