મોરબી : ગઈકાલે વહેલી સવારે રાજકોટ - મોરબી હાઇવે ઉપર મોરબીથી કુવાડવા તરફ કેટરિંગમા ભોજન પીરસવા માટેની કામગીરી માટે જઈ રહેલા લોકોને લઈ જઇ રહેલ જીજે - 36 - વી - 8780 નંબરનું સુપર કેરી છોટાહાથી વાહન લજાઈ અને વિરપર ગામ વચ્ચે હાઇવે ઉપર પલ્ટી જતા 15 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં કેટરિંગના ધંધાર્થી હંસાબેન હિમતભાઈ જાદવ ઉ.35 નામના મહિલાએ છોટાહાથી વાહનના ડ્રાઇવર નરેશ કણઝારિયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.