પતિ શંકા વહેમ રાખી મેણા ટોણા મારતો હોય માળીયા પિતાના ઘેર પરિણીતાએ આપઘાત કર્યોમોરબી : પતિ શંકા કરી કાયમ મેણા ટોણા મારતો હોવાથી માળીયા મિયાણા ખાતે પિતાના ઘેર પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ધ્રાંગધ્રા રહેતા પતિ વિરુદ્ધ મરવા મજબુર કરવા અંગે ગુન્હો નોંધાયો છે.માળીયાના નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા સાહિદભાઈ ઇસ્માઇલભાઈ કટિયાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના બહેન મુમતાજબેન ઉ.32ના લગ્ન ધ્રાંગધ્રા ખાતે થયા હતા અને લગ્ન બાદ આરોપી પતિ અસલમભાઈ હબીબભાઈ મોવર મુમતાજબેન ઉપર શંકા કરી મેણા ટોણા મારતો હોય મુમતાજબેને ગત તા.11 માર્ચના રોજ માળીયા મિયાણા માવતરના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી આપઘાત કરી લેતા તેણીને મરવા મજબુર કરવા સબબ બનેવી અસલમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.