વાવડી રોડ પર કારીયા સોસાયટીમાં બનેલી ઘટના અંગે કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીએ ફરજ રુકાવટની ફરિયાદ નોંધાવીમોરબી : મોરબી શહેરમાં રખડતા ઢોર મામલે મહાનગર પાલિકા દ્વારા દિવસ રાત કામગીરી કરી શહેરીજનોને ઢીકે ચડાવતા ઢોર પકડવામાં આવી રહ્યા છે જેમાં ગત તા.7 નવેમ્બરના રોજ વાવડી રોડ પર કારીયા સોસાયટીમાં ઢોર પકડવા ગયેલ ઢોર પકડ પાર્ટી સાથે બળજબરી કરી બે મહિલાઓ પકડાવેલ ગાયો છોડાવી જતા ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાનગર પાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ ઢોર પકડવાની કામગીરી કરતા ફરિયાદી વિપુલભાઈ લખમણભાઈ છૈયા ઉ.29 રહે.મોટાભેલા તા.માળીયા વાળાએ આરોપી મહિલા દેવુબેન ભરવાડ અને આરોપી ભાનુબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7 નવેમ્બરના રોજ વાવડી રોડ,કારીયા સોસાયટીમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પકડાયેલ ગાયો બળજબરીથી છોડાવી જઈ ઉગ્ર બોલાચાલી કરી હતી.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને મહિલાઓ વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.