તાલુકા પોલીસ મથકમાં અરજી થયા બાદ ગુન્હો નોંધાયોમોરબી : રાજકોટની પરિણીતાએ મોરબીના બે યુવાનો વિરુદ્ધ વર્ષ 2022મા ઘેની પદાર્થ પીવડાવી વાંકાનેર હાઇવે ઉપર આવેલ હોટલમાં દુષ્કર્મ ગુજારી ફોટો વીડિયો ઉતારી લઈ બાદમાં વર્ષ 2024 સુધી દુષ્કર્મ આચરવા મામલે અરજી આપ્યા બાદ આ બનાવના મોરબીના ભડિયાદ અને વિરપર ગામે રહેતા બે શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ અંગેની ફરિયાદ દાખલ થઈ છે.મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ રહેતી પરિણીતા સાથે પરિચયમાં આવેલ મોરબીના ભડિયાદ ખાતે રહેતા આરોપી જયદીપ જેરામભાઈ ડાભી અને આરોપી મિતેષ ભટ્ટ રહે.વિરપર વાળાએ વર્ષ 2022મા વાંકાનેર હાઇવે ઉપર આવેલ હોટલમાં બર્થડેની ઉજવણી દરમિયાન કોલડ્રિન્કસમા ઘેની પદાર્થ પીવડાવી દુષ્કર્મ ગુજારી બાદમાં વાંધાજનક ફોટો વીડિયો ઉતારી અવાર નવાર શારીરિક શોષણ કર્યું હતું. વધુમાં બન્ને આરોપીઓએ પરિણીતાને ધાક ધમકી આપી રૂપિયા 15 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ કરી મામલે જિલ્લા પોલીસવડાને અરજી કરી હતી. અરજીની તપાસ બાદ તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.